STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

માન

માન

1 min
23.1K

માન સન્માન હોય છે વૃત્તિનું, નહીં કે વ્યક્તિનું,

માન સન્માન હોય છે પ્રવૃત્તિનું, નહીં કે વ્યક્તિનું, 


ક્યારેક મનુષ્ય એમ સમજે કે છે એ પોતાનું જ,

માન સન્માન હોય છે પ્રકૃતિનું, નહિ કે વ્યક્તિનું, 


પાત્રતા વિનાનું માન સન્માન અહંકારને જન્માવે,

માન સન્માન હોય છે શક્તિનું, નહીં કે વ્યક્તિનું, 


સ્વાર્થની બુનિયાદે માન સન્માન મળે પણ ખરું, 

માન સન્માન હોય છે સુમતિનું, નહીં કે વ્યક્તિનું, 


પૈસો દોઢ પરમેશ્વર બની આદરને અપાવનારો,

માન સન્માન હોય છે સંપત્તિનું,નહીં કે વ્યક્તિનું.


Rate this content
Log in