STORYMIRROR

Margi Patel

Children Stories

4  

Margi Patel

Children Stories

માં વિના સુનો સંસાર

માં વિના સુનો સંસાર

1 min
320

તુજને વર્ણવવા નથી કોઈ શબ્દો મારી પાસે માં, 

મુજને આપ્યું તે સઘળું જીવનપર્યંત તે માં... 


નથી રાખી કોઈ આશા તે મારી પાસે માં, 

નથી કર્યાં સ્વાર્થ કોઈ દિ' મારી પાસે માં... 


કર્યો જીવનનો દરેક દિવસ મારી પાછળ સમર્પિત માં, 

નથી જોઈ તે કોઈ સાંજ કે સવાર મારા પાછળ માં... 


નથી ક્ષમતા મારા જોડે તને કંઈ પણ આપવાની માં, 

છતાં મારા સુખ માટે છુપાવ્યા તારા દુઃખ મારા માટે માં... 


કાન પકડી શીખવ્યું તે મને આ દુનિયાદારી મને માં, 

તારા હાથનો એક કોળિયો ભૂખ સંતોષે મારી માં... 


પહેલીવાર ડગમગાયા પગ ત્યારે તે આપ્યો સહારો મને માં, 

આજે માં બન્યા પછી સમજાયું કે તારાથી જ જીવન છે મારૂ માં... 


ભૂલો કરી માફ બતાવ્યો નવો રસ્તો આગળ વધવાનો મને માં, 

તારા થકી જ રસ્તા મપાય, માર્ગ બન્યો હવે તારાથી મારો માં...


થાકી ગઈ છું હવે આ દુનિયાથી, આંસુ સુકાઈ ગયા માં,

તારા ખોળામાં માથું મૂકી ભૂલી જાઉં છે બધું જ મારે માં.. 


તુજ શિક્ષક, ફિલોસોફર ને હાસ્યનું કારણ મારૂ માં, 

તારા જેવી દોસ્ત નહીં મળે જીવનમાં મને માં... 


બાળપણથી લઈને અત્યારે સુધી તું જ સમજે ભાષા મારી માં, 

કરું ભગવાનને પ્રાર્થના દરેક જન્મ તારી કોખે જ અવતાર મળે મને માં... 



Rate this content
Log in