લખી લો ગઝલમાં
લખી લો ગઝલમાં
1 min
249
દરદ વેદનાને લખી લો ગઝલમાં,
ફરી યાદ આપું વણી લો ગઝલમાં,
નિરાશા નથી ને નથી આજ આશા,
છતાં આજ ઊભો ચણી લો ગઝલમાં,
હું પાછો અહીંયા હવે કેમ આવું ?
બહાનું હતું એ મળી લો ગઝલમાં,
કલ્પના કરીશું ખબરમાં તમે છો,
નજર ફેરવી ત્યાં ઊભી લો ગઝલમાં,
હતો પ્રેમ ચાહ્યો ભરી શ્વાસમાં ને,
નકારી એ ચાલ્યો રડી લો ગઝલમાં,
ખુશીની ખબર આવતા દોડતી એ,
પતાસા વહેંચી અડી લો ગઝલમાં,
વિચારીને પગલું ભરે છે છતાંયે,
પડે છે ચડે છે છળી લો ગઝલમાં.
