લાગણી
લાગણી
1 min
24
લાગણીમાં પણ મીઠાશ જોઈએ.
આંખોમાં અમી નિતરવી જોઈએ.
ભાવનાઓ મોકળાશની જોઈએ,
સરગમનાં સૂર મીઠાં જોઈએ.
મેઘાને નિસર્ગનો સાથ જોઈએ,
સંબંધમાં પણ વિશ્વાસ જોઈએ.
સંબંધોમાં પણ હળવાશ જોઈએ,
જિંદગીનાં સફરમાં મજા જોઈએ.
જિંદગી જીવવા સાથ જોઈએ,
જીવવું જ છે તો ચાહત જોઈએ.
ઈંતઝારમાં પણ પુકાર જોઈએ,
મિલનમાં પણ અવકાશ જોઈએ.
