STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કવિહૃદય મારું

કવિહૃદય મારું

1 min
13

સ્નેહ સદાએ ઝંખનારું કવિહૃદય મારું.

ના કરે કદીએ મારું-તારું કવિહૃદય મારું.


છે શત્રુતા એને ક્રોધને કૂટનીતિ કરવાથી,

શાંતિ સર્વદા એ ચાહનારું કવિહૃદય મારું.


ધબકી રહ્યું અહર્નિશ પ્રેમ ઔદાર્ય કાજે,

હશે હરિને વળી ગમનારું કવિહૃદય મારું.


સ્વાર્થની સંકુચિતતાને નથી લેશ પ્રવેશને,

સંકીર્ણતાને ધિક્કારનારું કવિહૃદય મારું.


લાખલાખ આભાર ઈશ દીધું ઉર આવું,

નવનીતનેય શરમાવનારું કવિહૃદય મારું.


Rate this content
Log in