કુદરતનો રંગોત્સવ
કુદરતનો રંગોત્સવ


કુદરત દાખવે છે અનેરી છટા, ચારે બાજુ પ્રસરાવે રંગ છે,
મહાસુદ પાંચમ લાવે વસંતોત્સવ, જાણે કુદરતનો રંગારંગ છે,
હિલોળે ચડે છે અલ્લડ યૌવન ચારે બાજુએ,
કામ-રતિની જોડી જાણે સંગ સંગ છે,
ઋતુરાજ વસંતથી કાંઇ પણ નથી રહેતું અછૂતું,
અંગ અંગમાં જોમ, જવાની અને ઉમંગ છે,
પાનખર નથી હોતું દુનિયામાં ક્યારેય કાયમ માટે,
આશા ક્યારેય ગુમાવવી નહીં, વસંતમાં સમાયેલ સત્સંગ છે.