કર્યાં!
કર્યાં!
1 min
13.7K
એ બધી યે વાતમાં ફાવ્યા કર્યાં,
જેમણે ચહેરાં જ બદલાવ્યા કર્યાં.
ઝાંઝવા જેવાં સુખો દેખાડીને,
જીંદગી આખી ય હંફાવ્યા કર્યાં.
રોજ પિરસાતા રહ્યા માગ્યા વગર,
દર્દ એના એ પછી ભાવ્યા કર્યાં.
એમની તસવીર જોઈને સૂતાં,
એમના સપનાં પછી આવ્યા કર્યાં.
એક બેહદ કિંમતી પુસ્તક મળ્યું;
આપણે પાનાં જ ઉથલાવ્યા કર્યાં!
હું જવાબો શોધવામાં રહી ગયો!
કોઈએ પ્રશ્નો જ ઉલટાવ્યા કર્યાં.