STORYMIRROR

Hiten Patel

Others

3  

Hiten Patel

Others

કેવી વ્હાલી લાગે ઓ બેટી !

કેવી વ્હાલી લાગે ઓ બેટી !

1 min
202

 કેવી વ્હાલી લાગે ઓ બેટી

જયારે હસતી હસતી કંઈક હો કહેતી !


એક જ છે દુનિયામાં કે તારા પર ;

અનરાધાર વરસે હેતની હેલી !!

કેવી વ્હાલી...


કેવું બોલે મીઠું મધરું પ્યારું !

કેવું હસે રૂડું રૂપાળું પ્યારુ !

હરખપદુડી દીકરી લાડલી

જે કરે એ બધું લાગે સારુ !!

એક જ છે...

કેવી વ્હાલી...


દીકરી મારી સહુથી સવાયી !

ભગવાને વરદાન રૂપે બનાવી !

ચહેરા પર મુસ્કુરાહટ દેવા આવી

દીકરી મારી સહુની લાડકવાયી !

એક જ છે...

કેવી વ્હાલી...


તું ના બોલે તો ના ગમે !

તું ના હસે તો મન ઉદાસ રહે !

સવારે ઊઠીને પહેલા તને જોઉં;

જિંદગીનો દરેક દિવસ શુભ રહે !

એક જ છે...

કેવી વ્હાલી...                    


Rate this content
Log in