STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કૈંક કરી છૂટવું છે.

કૈંક કરી છૂટવું છે.

1 min
332

કુટુંબ સમાજ માટે કૈંક કરી છૂટવું છે,

પડોશી, શહેર માટે કૈંક કરી છૂટવું છે.


પછી અવસર મળે ન મળે શી ખબર?

તન, મન, ધનથકી કૈંક કરી છૂટવું છે.


મનુષ્યાવતાર ભેટ છે પરમેશની મને,

રાજ્યને દેશ માટે કૈંક કરી છૂટવું છે.


પશુ- પંખીને જીવજંતુ પણ આપણાં,

દેશના શહિદો માટે કૈંક કરી છૂટવું છે.


નિર્જીવનીને તરુવરની મને માયા ઘણી,

એના રક્ષણ માટે પણ કૈંક કરી છૂટવું છે.


Rate this content
Log in