STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

કાયમ દિવાળી

કાયમ દિવાળી

1 min
490

તમે છો તો મારે કાયમ દિવાળી છે,

તમે છો તો મારે દુનિયા હેતાળી છે,


પરમ સંતુષ્ટિ અનુભવતો નિહાળીને,

તમે છો તો મારે સેજ સુંવાળી છે,


સુખદુઃખનાં હમરાહી બની રહેનારાં,

તમે છો તો મારે કોયલ આંબાડાળી છે,


હૂંફ, સથવારો, હિંમત, પ્રેમ પ્રદાનથી,

તમે છો તો મારે ક્યાં રાત કાળી છે,


ૠણાનુબંધન ભવોભવ બની રહેજે,

તમે છો તો મારે વસંત ડાળીડાળી છે,


મળ્યું મને મબલખ તમારા સહવાસે,

તમે છો તો મારે કેડી ક્યાં કાંટાળી છે ?


Rate this content
Log in