જય મહાદેવ
જય મહાદેવ

1 min

420
ભેદ ભગવાનમાં જે જુએ,
અજ્ઞાની કહેવાય,
પથ્થરમાં ઈશ્વર જુએ,
કુદરતને કેમ ભુલાય ?
આજ શિવરાત્રીમાં,
મહાદેવની પૂજા થાય,
બાલ ગોપાલ સૌ ભકતોના,
એ મહાદેવ કહેવાય,
ના ભેદ દેવ દાનવમાં,
સમાન ભાવ સૌને દેખાય,
ત્રિશૂળ જટા ડમરૂધારી,
એ નટરાજ કહેવાય,
ત્રિશૂળ, ધનુષ અને ચક્રોના,
એ સર્જક કહેવાય,
કાલોના મહાકાલ,
એ આદિ દેવ કહેવાય.