જરૂરી
જરૂરી


જીવનમાં ડગલેને પગલે સાવધાની રાખવી જરૂરી.
કેટલીક વાત હંમેશાં બધાથી છાની રાખવી જરૂરી.
નથી મળતું બધું બધાંને હોય જે મનગમતું જગતમાં,
કરી કર્મો સારાં ને ગયા પછી નિશાની રાખવી જરૂરી.
નથી જતું નિષ્ફળ કદી કરેલું કર્મ આ દુનિયામાં વળી,
કહેવાય વાત પેટછૂટી જગ્યા મઝાની રાખવી જરૂરી.
આમ તો ચાલે છે સઘળું સ્વાર્થની બુનિયાદ આધારે,
તોય ક્યારેક પરમાર્થની જ્યોત નાની રાખવી જરૂરી.