જોયું ને જાણ્યું
જોયું ને જાણ્યું
1 min
406
જોયું ને જાણ્યું,
અંબરના નીચે ધરતીના ઉપર,
જૂઠાં માણસોની જૂઠી વાતો,
સચ્ચાઈનો ઢાંક પીછોડો,
જોયું ને જાણ્યું,
દોલત કમાવા પાછળ,
નુકસાન કરે છે બમણું,
જોયું ને જાણ્યું,
સ્વાર્થ માટે સિદ્ધપુર જાય,
ને ભલાઈના નામે મીંડું,
જોયું ને જાણ્યું,
ઉપકાર પર અપકાર કરે.
ને નીંદામાં એ શૂરવીર,
જોયું ને જાણ્યું,
સચ્ચાઈનો સીતારો હવે,
ધીમે ધીમે ડૂબતો,
જોયું ને જાણ્યું,
આજે મળી છે નિરાશા,
ને કાલ કેવી જાશે !
જોયું ને જાણ્યું,
અંબરના નીચે ધરતીના ઉપર,
જૂઠાં માણસોની જૂઠી વાતો,
સચ્ચાઈનો ઢાંક પીછોડો.