જિંદગી
જિંદગી

1 min

13.3K
આબરૂનાં પાતળા પડદા નીચે,
જોઈ છે જાતે તડપતી જિંદગી.
રૂઢિઓનાં જાળમાં સપડાઈને,
છૂટવા તડફડી રહી છે જિંદગી.
લાગણી વિકૃત થતાં સળગતી,
દંભ નીચે ખદબદી રહી છે જિંદગી.
સાત સાગરથી ઝાઝું આંખનું ઉંડાણ છે,
રોમ રોમ છલકતી જોઇ છે જિંદગી.
મન નથી માપી શકાતું કોઈનું,
અકળ રહી છે એટલે જ આ જિંદગી.