ઝરૂખેથી જોતી રાહ
ઝરૂખેથી જોતી રાહ

1 min

837
વાલમ, આવો હવે તો છૂટી આસ,
વર્ષોનાં વ્હાણા વાયા, ઝરૂખેથી જોતી રાહ,
હૈયું ઘવાયું મે'ણા સાંભળી જગતનાં,
મલમ બનાવું યાદોનો, રુઝાય નહીં ઘા,
અભાગણી હું,
સોળે સજી શણગાર
આવી તમ આંગણે,
મહેંદી રંગ ઉતરે એ પહેલાં
તમે કાં લીધી પરદેશની વાટ ?
આવ્યો કે આવશે વાલમ મારો,
સાંભળી જગ કરતું હાંસી,
વાલમ, આવો હવે તો છૂટી આસ,
વર્ષોનાં વ્હાણા વાયા, ઝરૂખેથી જોતી રાહ.