STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જીવન ઘડતર

જીવન ઘડતર

1 min
198

અનુભવના આધારે જીવનનું ઘડતર થાય છે,

મીઠા માઠા વ્યવહારે જીવનનું ઘડતર થાય છે,


છે સૌથી મોટો શિક્ષક જે પરિણામથી શીખવે,

ઠોકર ખાઈને સંસારે જીવનનું ઘડતર થાય છે,


સલાહ કે શિખામણ સુધારવામાં પાછળ રહે,

સહન કરીને આખરે જીવનનું ઘડતર થાય છે,


પરીક્ષા લઈ બોધ આપનાર ગુરુ છે અનુભવ,

પૂર્વાનુભવ તણા ડરે જીવનનું ઘડતર થાય છે,


ઠેસ પથ્થરને સીડીનો જે બનાવી આગે ધપે,

શીખી ધીરજ જે ધરે જીવનનું ઘડતર થાય છે,


Rate this content
Log in