STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જીવે છે માણસ

જીવે છે માણસ

1 min
144

સ્વપ્નોને સજાવીને દુનિયામાં જીવે છે માણસ,

આશાઓ જગાવીને દુનિયામાં જીવે છે માણસ,


મળેલી નિષ્ફળતાઓને ભૂલી જાય છે સહજ,

નવું લક્ષ્ય એ ધારીને દુનિયામાં જીવે છે માણસ,


ગુમાવેલ સમય, વસ્તુ કે વ્યક્તિ ખોટ છે એની,

તોય એને વિસારીને દુનિયામાં જીવે છે માણસ,


ક્યારેક બીજમાં આખુંય વૃક્ષ એને દેખાય ખરું,

એવી કલ્પના કરીને દુનિયામાં જીવે છે માણસ,


ભરોસો છે એને આવતીકાલ સારી ઊગવાનો ને,

એવું સદાય વિચારીને દુનિયામાં જીવે છે માણસ.


Rate this content
Log in