ઝરમર વરસાદ
ઝરમર વરસાદ
ભીની સુગંધ થઇ માટી તણી,
ને આ વરસે ઝરમર વરસાદ,
વાસંતી વાયરોને કોયલનો ટહુકો,
ને આ વરસે ઝરમર વરસાદ,
ગહેંક્યો મારા મનડાંનો મોરલો,
ને આ વરસે ઝરમર વરસાદ,
પાંદડે પાંદડે ઝમઝમતાં બુંદ,
ને આ વરસે ઝરમર વરસાદ,
ડાળે ડાળે અહીં ફુટ્યાં છે ફૂલ,
ને આ વરસે ઝરમર વરસાદ,
ભમ્મર સમ કાળાં આ વાદળો,
ને આ વરસે ઝરમર વરસાદ,
ઊગમણી હેલી ભીંજાય મારી ડેલી,
ને આ વરસે ઝરમર વરસાદ,
ભોમકાં થઇ ગઈ છે આજ ભીની,
ને આ વરસે ઝરમર વરસાદ,
તમારા ઝાંઝરનો રુમઝુમ રણકાર,
ને આ વરસે ઝરમર વરસાદ,
દિલમાં ઉમંગ છે તમારી પ્રીતનો,
ને આ વરસે ઝરમર વરસાદ,
હૈયે ઝબુકી મારા ઝબુકી વિજળી,
ને આ વરસે ઝરમર વરસાદ,
મિલનનો આજ મારા નૈંનોમાં નેહ,
આ વરસે ઝરમર વરસાદ.
