Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Trivedi

Others

4  

Deepak Trivedi

Others

જામનગરનું પૂર

જામનગરનું પૂર

1 min
10.1K


સપના ! તારી આંખો જાણે જામનગરનું પૂર,

અમે હોબ્બેસ તણાયા છેક વચ્ચોવચ્ચ દરિયે !

સપના ! તારા શ્વાસે ટપકે પંચવટી ચોપાસ,

અમે તો હેય તણાયા મઘમઘતી ઘૂઘરિયે !


પવનચક્કીનો પવન સમયસર વા'ય,

અને જો તમે ઉડો આકાશ

લઇ જાજો રે કાગળ સખીયન !

પંચેશ્વરનો પડઘો જો પડઘાય

અચાનક શ્રી બાલાહનુમાન આપણા થાય

લઇ જાજો રે શ્રીફળ સખીયન !


સપના ! તારા રણજિત રસ્તે નાગમતીનું ગામ

અમે તો એય તણાયા નાગમતીને તળિયે !

સપના ! તારી આંખો જાણે જામનગરનું પૂર,

અમે હોબ્બેસ તણાયા છેક વચ્ચોવચ્ચ દરિયે !


થાક ચડે તો મૂકો હવાઈ ચોક

અને ચાલો રે ઠેઠ નગરમાં

જ્યાં છે અનરાધારી હૈયાનો વરસાદ !

લાલબંગલેથી નીકળતા લોક તને જો પૂછે

તો તું રસ્તા સાત બતાવી કહેશે પરીકથા એકાદ !


સપના ! તારી આંગળિયુંમાં કલરવતો મનમોર

અમે બિન્દાસ્ત તણાયા જામનગરના ફળિયે !

સપના ! તારી આંખો જાણે જામનગરનું પૂર

અમે હોબ્બેસ તણાયા છેક વચ્ચોવચ્ચ દરિયે !


Rate this content
Log in