જાદુગરની છડી
જાદુગરની છડી
1 min
134
છડી લઈને આવે જાદુગર બતાવવા સૌને ખેલ મજાનો,
કાગળમાંથી કબૂતર બનાવે માણસમાંથી ચકલી.
ખેલ જોઈને સૌ ખુશ થાતાં જાદુગર મજાનો,
જાદુઈ છડી સાથે એતો લાવ્યો ખુશીઓનો ખજાનો.
ખેલ જોઈ જાદુગરના નાના ભૂલકાઓ ખુશ થાય,
છડીની જાદુગરીથી દુનિયા બદલાઈ જાય.
જાદુગર ઘુમાવે જો છડી બધું બદલાઈ જાય,
જાદુની આ નગરી જોઈ સૌ કોઈ ખુશ થાય.
આવ્યો જાદુગર જાદુઈ છડી લઈને,
સૌ નાના મોટા જાદુગર જોવા જાય.
