STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હવે તો તારે

હવે તો તારે

1 min
224

હવે તો તારે સત્યની તરફદારી કરવી ઘટે,

હવે તો તારે અન્યાયની આગ ઠારવી ઘટે,


પુનઃ રામરાજ્યની અપેક્ષા રહેતી અધૂરી,

હવે તો તારે ભ્રષ્ટાચારની બદી ડામવી ઘટે,


જો તો ખરા, સૂકા સાથે લીલું બળી જાતું,

હવે તો તારે ધીરજ કસોટી ના કરવી ઘટે,


દયા, લાગણી, સહાનુભૂતિ ભૂલાઈ ગયાં છે,

હવે તો તારે પાપીઓને સજા આપવી ઘટે,


બહુ થયું નાથ માનવબુદ્ધિના દુરુપયોગ થકી,

વેદના સજ્જન મનુષ્યની સાંભળવી ઘટે,


અંતર રડી રહ્યું છે દશા દેશની દેખી લખતાં,

વિચારજે કેટકેટલી સબૂરી અમારે ધરવી ઘટે.


Rate this content
Log in