STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

હશે

હશે

1 min
416

એક રેખા લક્ષ્મણે દોરી, કદી પાળી હશે ? 

જયાં મજામાં છું કહો છો ત્યાં મજા માણી હશે ?


મામલો આખો સમજ, હાલાત જાણી લાગશે, 

આયનો મલકી રહ્યો જોઈ, અહીં પાણી હશે ?


રાખ પાસે બોલી આપ્યું ત્યાં ઘણું, ઓછું હતું ?

કાયદો વચ્ચે રખાવી માનશે શાણી હશે.


ઢાલ સરખો દોસ્ત ઊભો આજ બાજુમાં પછી, 

ભાગશે ડર દૂર અમથી, આપવી તાળી હશે.


પાંપણે છે કેદ સપનાં મૂક છૂટા આભમાં,

એકલાં લાંબી ભરે ઉડાન ત્યાં લાણી હશે.


છોડ તારું હુંપણું રાવણ નથી તું એ સમજ, 

એટલે તો કાયમી વ્હાલી મીઠી વાણી હશે.


કેમ સમજાવું તને અભિમાન સારું તો નથી,

લાગણીનો થાય ત્યાં અહેસાસ ને તાણી હશે.



Rate this content
Log in