હનુમાનજી
હનુમાનજી

1 min

249
હનુમાનજી, હનુમાનજી તમે હનુમાનજી,
પવનપુત્ર, કેસરીનંદન તમે હનુમાનજી,
શિવજીનો અવતાર તમે હનુમાનજી,
પ્રભુશ્રી રામના ભક્ત તમે હનુમાનજી.
સુગ્રીવના પરમ મિત્ર તમે હનુમાનજી,
સેતુ નિર્માણ કરનારા તમે હનુમાનજી,
સંજીવની બૂટી લાવનારા તમે હનુમાનજી,
લંકા દહન કરનારા તમે હનુમાનજી.
સીતા માતાની ભાળ મેળવનારા તમે હનુમાનજી,
ભયવૃત્તિ દૂર કરનારા તમે હનુમાનજી,
તેલ સિંદૂર અર્પણ તમને હનુમાનજી,
ભક્તોના દુઃખ દૂર કરનારા તમે હનુમાનજી.
જ્ઞાન અને શક્તિનો ભંડાર તમે હનુમાનજી,
હનુમાનજી, હનુમાનજી તમે હનુમાનજી.