હળવાશ - ૧૦
હળવાશ - ૧૦
1 min
23.2K
ઈચ્છા થઈ પૂરી અને વ્યાપી ગઈ હળવાશ છે,
છાપે ચડી પસ્તી બની આપી ગઈ હળવાશ છે.
આરામથી રોજીંદી વાતોમાં કહેવાતું ઘણું,
વ્યાપ્ત બની સંબંધમાં સ્થાપી ગઈ હળવાશ છે.
કાચું કપાયું એમ લાગ્યું ત્યાં જ સુધારો કરી,
શંકા દબાવી આજ તો છાપી ગઈ હળવાશ છે.
આપ્યો અહીં જયાં ભાગ એણે આખરી હિસ્સો કરી,
મનમાં છલોછલ લાગણી માપી ગઈ હળવાશ છે.
હૈયે છપાવી એક મૂરત પ્રેમની જોઈ શકો,
ત્યાં હોઠ પર એ નામ ને, ચાપી ગઈ હળવાશ છે.