હે હરિ !
હે હરિ !

1 min

23.9K
યાદ આવ્યે આવજે,
સાથ રાધા લાવજે.
ઝંખના છે કેટલી !
દોષ મારા ભૂલજે.
છું સબળ તારા થકી,
ના પછી તું તાવજે,
સાથ મારો આપવા,
તું કશું ફરમાવજે.
છે મને આશા રહી,
તું કદી મલકાવજે,
નાથ હો તારા સમો,
ષડ્ શત્રુ હંફાવજે.
ભૂલ મારી હોય તો,
દીન જાણી પાળજે,
અબ્ધિવાસી થૈ ભલો,
મન અમારું વાંચજે.