હાશ, પડ્યો વરસાદ
હાશ, પડ્યો વરસાદ
1 min
204
હાશ, પડ્યો વરસાદ
બહુ જોઈ રાહ,
આકાશમાં મીટ માંડતા,
કાળા વાદળોને જતા જોઈ,
લાગતું કે હવે તો પડશે વરસાદ !
પણ, બહુ રાહ જોવડાવી,
બફારો અને ગરમીથી અકળામણ,
વિચાર થતો કે, બધે પડે વરસાદ,
તો.. ગુજરાતમાં કેમ મોડો ?
વાદળો પણ જાણે કહેતા,
બસ બે મિનિટ !
બસ આ બે મિનિટની રાહમાં,
રથયાત્રાને ગયે તેર તેર દિવસ ગયા,
રોજ રોજની આગાહીઓ,
આજે પડશે... આજે પડશે...
પણ, બહુ રાહ જોયા પછી,
મહેરબાન થયો વરસાદ,
હાશ, પડ્યો વરસાદ
આનંદ આનંદ..
મંગલ મંગલ.
