ગામડું
ગામડું
1 min
5
શિયાળાની કડકડતી ઠંડી ને,
શીતળ નદીઓનું પાણી સાથે,
શિયાળામાં થપાતું એ છાણું,
ઉનાળામાં બળબળતી ગરમી,
ઘટાદાર છાયો આપતા વૃક્ષોથી
લહેરાતું મારું આંગણું,
ચોમાસાના ટપટપ પડતાં છાંટા,
સાથે ખડભડ પડતું ગાબડું,
છતાં હંમેશા લહેરાતું મારું આંગણું,
ખુશીઓથી ચહેકતું મારુંં પ્યારું ગામડું.
