ગામડું મારું સ્વર્ગ
ગામડું મારું સ્વર્ગ


ગ્રામીણ નગરી એ જ મારી ધર્મની નગરી;
રીતિ રિવાજ, પરંપરાઓની અનોખી પ્રકૃતિ.
પ્રભાતે પ્રભાતિયાં, ગોધણ ફેરી ને મંદિરે ઝાલર વાગે;
જય શ્રી કૃષ્ણ કે રામ-રામથી જ નિત્યજન જાગે.
વાર તહેવાર, સમૂહ ભોજન ને સદાવ્રતની અમારી રીતિ;
ગૌ સેવા, મેળાવડાં, ભવાઈ કે રમેલ એ જ પરંપરાની નીતિ.
ખેતરો, કોતરો, નદી, તળાવ ને વૃક્ષોની સુંદર મધુર છાયા;
ગામનાં ગોંદરે માનવ મહેરામણ ઉમટી પડે સહુ બાળ માયા.
ભજન, સાધુ સત્સંગ ને દાદા દાદીની સ્નેહલ છત્રછાયા;
માખણ પ્રિય કાનુડાની કે પછી ભોળાનાથની માયા.
સ્નેહની સરવાણી, મહેમાન ગતિ કે નમે તે ગમેની નીતિ;
વહેંચીને ખાવું ને વૈકુંઠ જાવું એ જ અમારી ધર્મની રીતિ.
ખેતી, પશુપાલન ને પરંપરાગત વ્યવસાયો એ જ અમારો કર્મ
માનવ માનવ ને કામ આવે બસ એ જ અમારો સાચો ધર્મ.