STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

એપ્રિલફૂલ

એપ્રિલફૂલ

1 min
199

આ જિંદગી પણ ક્યારેક એપ્રિલફૂલ બનાવી જાય છે.

શું ગણિત હશે એનું એ ક્યાં કોઈને કદી સમજાય છે ?


સ્વપ્નો સોનેરી દેખાડીને સહરાનો પ્રવાસ કરાવાય છે !

મૃગજળની લાલચે માનવીને કેટકેટલું વળી દોડાવાય છે.


ન્યાયના નામે અન્યાય સરેઆમ સઘળે આચારાય છે,

સાચાને ખોટોને ખોટાને સાચો સત્તાથી ગણાવાય છે.


અટપટા રસ્તા છે એના સવાલો અનુત્તર રહે કેટલાય,

કઠપૂતળીના ખેલની સમયે કેવી એ યાદ આવી જાય છે,


ગણતરી અજીબ એની જે અંત સુધી અળગી રહે છે,

મારે એની તલવાર જાણે કે જિંદગીનો ક્રમ જણાય છે.


Rate this content
Log in