એક તું..!
એક તું..!
એક તું આધાર હરિવર મન તણો.
ના રહેતો ભાર હરિવર મન તણો.
લાગતો હું સાવ નિર્ભય આપથી,
તું જ જીવનસાર હરિવર મન તણો.
ના રહેતી કોઈ ચાહત પામવા,
મોહનો ઉપચાર હરિવર મન તણો.
હોય અંતર ઝંખતું જોવા તને,
જોડતાં દિલતાર હરિવર મન તણો.
આવજે તું જોઈ ભાવો ઉર મહીં,
પ્રેમ છે શણગાર હરિવર મન તણો.
