STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

એ ય સાચું

એ ય સાચું

1 min
465

વિષાદી બનીને રડે એય સાચું,

ન શંકા ન શ્રધ્ધા અડે એય સાચું,


ને કારણ વગર એ ફરે છે હવે ત્યાં,

નકામી ઉપાધિ નડે એય સાચું,


ફના એ થવાની હતી ત્યાં ખુમારી,

છતાં વાત વાતે પડે એય સાચું,


ભરી'તી જે ખિસ્સે હવે યાદ આવી,

નનામી એ ચિઠ્ઠી લડે એય સાચું,


હતી એકલીને રહી એકલી એ,

છતાં દાદ આપી ચડે એય સાચું.


Rate this content
Log in