STORYMIRROR

HANIF MEMAN

Children Stories Children

3  

HANIF MEMAN

Children Stories Children

દિવાળી

દિવાળી

1 min
402

દિવાળી આવી, દિવાળી આવી, 

અંધકાર ભગાવી નવી રોશની લાવી,


ચકરડી, ફૂલજડી, રોકેટ, સૂતળીબોમ્બ,

જાતભાતના અવનવા ફટાકડા લાવી,


માવો, પેંડા બરફીને મીઠી રસમલાઈ,

ચટાકેદાર વાનગીઓના મધુર થાળ લાવી,


ઊંચેરા આભને ઝગમગાવવા છે સૌ આતુર,

નાના-મોટા સૌના હૈયામાં નવી તાજગી લાવી,


હતાશા, નિરાશા ને નિષ્ફળતાને મૂકી દૂર,

નૂતન આશાનું એક અનેરું કિરણ લાવી,


ઊંચ-નીચ, અમીર-ગરીબ, સૌના ભેદ ત્યાગી,

એકમેકના મિલનનો રૂડો અવસર લાવી,


નફરત, વેર-ઝેર ને ઈર્ષાને ગઈ તાણી,

એકતા, માનવતા ને શાંતિનો સંદેશ લાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન