STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

દિવાળી

દિવાળી

1 min
593

એક હાથે આપી વિદાય બીજાથી આવકારે દિવાળી,

છે વેદના વિદાય લેતા વર્ષની તોયે સ્વીકારે દિવાળી,


એક આંખે અશ્રુ ને બીજી આંખે સ્મિતને રેલાવતી એ

વસમી વિદાય વર્ષની લાગતી એને દિલભારે દિવાળી,


ષોડશી કન્યા સમી મિશ્ર ભાવોને પ્રગટ કરનારી છે એ

 વેદના તોય નવલાં વર્ષ કાજે રંગોળી આકારે દિવાળી,


ગઈગુજરી ભૂલી જઈને ભાવિના પટલે પગ મૂકતી ને

નૂતન આશ જીવનમાં રખેને આજે સંચારે દિવાળી,


બે વર્ષના સમયચક્રમાં જાણે કે ઊંબરે ઊભી એકલી,

કરી અવાજો ફટાકડાના ને વેદના એ નિવારે દિવાળી.


Rate this content
Log in