ચૂલો
ચૂલો
1 min
627
ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે ચૂલો,
રાંધણિયાંનો રાજા થઈને વળી ફરે છે ચૂલો.
કરામત માટી તણી અગનને જાળવી રાખે,
બળતણ સંગાથે કેવો ડગલાં ભરે છે ચૂલો.
ઊર્જા અર્પીને ભોજન, ચાને પકાવનારો એ,
ધૂમ્રસેરે સુગંધ એની દરેકમાં પ્રસારે છે ચૂલો.
ક્યારેક થૈને એ આકરો સ્ત્રીપાત્રને રડાવતો,
થતાં જ એની લાલ આંખ રખેને ડરે છે ચૂલો.
શિરામણ, બપોરાને વાળુમાં સાથ દેનારો,
સૌનો માનીતો હોવાનો એ ઘરેઘરે છે ચૂલો.
