STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

છે

છે

1 min
378

રૂપ ઘુંઘટમાં રહી શરમાય છે,

તોય એનું રૂપ ત્યાં છલકાય છે. 


રાખશો વિશ્વાસ થોડો જો તમે, 

આજ મોટી વાત ત્યાં સમજાય છે. 


સુખ મળે રસ્તામાં ત્યારે પ્રેમથી, 

હોઠ ચુપકેથી પછી મલકાય છે. 


જિંદગી છે ફૂલ જેવી એટલે,

સાંજ પડતાં રોજ એ કરમાય છે. 


દર્દ સાથે તો ઘરોબો છે અહીં, 

એટલે મન કાયમી હરખાય છે. 


રાખ ધીરજ આ સમય તારો નથી, 

દુઃખ નજીવું લાગતા સહેવાય છે. 


નામ તારું પૂછતાં આવી ચડે, 

કેમ આજે આટલો અકળાય છે.


Rate this content
Log in