છે સદાયે
છે સદાયે
1 min
13.7K
હ્યદયમાં રટણ આપનું છે સદાયે,
હ્યદય તો કઠણ છે અમારું સદાયે.
નથી દોષ મારો હવે કેમ કહું?
ગજબ આ વલણ તો તમારું સદાયે.
પ્રભુને કદી ક્યાં નિહાળ્યા અમે તો?
હવે તો શરણ પણ તમારું સદાયે.
નથી શીશ ક્યાંયે નમાવ્યું અમે હોં,
નમું જ્યાં ચરણ જો તમારા સદાયે.
નથી વાંચતો હું કિતાબો કદીયે,
'શરદ' દિલ અભણ છે અમારું સદાયે.

