STORYMIRROR

Sharad Seta

Others

2  

Sharad Seta

Others

સંગાથ તું..

સંગાથ તું..

1 min
13.4K


ઇશ્વર અે આપેલી અમુલ્ય છે સોગત તું;
બની પડછાયો મારો રહેજે મારે સંગાથ તું.

પુરબહાર ખીલેલી વસંતમાં પાનખરનો ભાસ થાય છે,
ભરચક્ક ભરેલી દુનિયામાં અેકલતાનો આભાસ થાય છે.

તડપાવે તરસાવે,
શાને દિદાર કાજે,
ઉતાવળૉ અધીરો,
તારા મિલન કાજે
ઉઘાડા પગે ઊભો "શરદ"
તારા આંગણે આજે
દુભાય છે લાગણી
ટૂટ્યુ છે દિલ
કેમ બતાવું?

હૈયામાં આંક્રંદ
આંખેમાં આંસુડા
કેમ છૂપાવું?

અંતરની વેદના
દિલનું દર્દ
કેમ સમજાવું?

બંધ આંખોથી જોયા,
સદાય સ્નેહનાં સુદર શમણાં,
થયું પ્રભાત ને ટૂટ્યા શમણા,
આંખો બની આંસુનાં ઝરણા.

પેલા પહોરે ગજર ભાંગ્યો,
થયું હકિકતનું ભાન,
સોનેરી સ્વપ્ન તુટ્યુ ત્યારે
વાગ્યો ઘા "વજ્ર" સમાન.

અેકલવાયુુ જીવન મારું,
કલમથી પ્રેમ થયો;
શબ્દનાં સથવારે,
હું પણ શાયર થયો.

લાગણીની કલમ સહારે,
વેદના મારી કાગળે ઉતારી.
આસુંની શ્યાહીના સહારે,
જિંદગીની કહાની ઉતારી.

મારી લાગણીઅો શબ્દોમાં કેમ કહું,
તારી યાદમાં કેટલીક વેદનાઅો સહુ.
તે કહી દિધું આસાનીથી સમય નથી,
પણ હું તારા સંગાથ વગર કેમ રહુ.


Rate this content
Log in