બહુચર વંદના
બહુચર વંદના
હે માં ! હે માં ! બહુચર, બહુચર જય હો માતા બાલા ત્રિપુરારી!
માં બહુચર સ્વીકાર કરજો, આજ અરજ આટલી અમારી.
આરાધના મંગલ પ્રભાતે કરું હું, બહુચર માતા તમારી.
ભૂલ અમારી ક્ષમા કરી, પ્રતિદિન સંભાળ લેજો અમારી.
બુદ્ધિ, શક્તિ, વૈભવ, આશિષ દેજો, શિર પર કૃપા બહુચર તમારી.
સંતાન કરે નિત્ય વંદના, સ્વીકાર કરજો બહુચર આશિષ રાખી.
ભક્તનાં જીવનમાંથી કષ્ટ કાપી, સુખ, સમૃદ્ધિ શુભ ફળ આપી.
જીવન પથમાં નિત્ય જ્ઞાન પ્રકાશ પાથરી,અમી નજર તમારી રાખી
કૃપા વરસાવો તમે કુળદેવી માતા, દયા દ્રષ્ટિ ભક્તજન પર દાખી.
આનંદનો ગરબો મંગલ પ્રભાતે સર્વ ભક્તજન ગૃહે ગૃહે ગાતા.
વંશ વધારી આશિષ રાખી, નિત્ય સ્મરણ તમારું ભકતજનો ગાતા.
ભકતજનો ઉમટી ચુંવાળ ધામમાં, શ્રદ્ધા રાખી આરાધના કરતાં.
રાજરાજેશ્વરી બહુચર માતા કરી ભક્તિ તમારી આનંદ પામતાં.
જગતજનની બહુચર માતાને વારંવાર ઘણી ખમ્મા અમારી.
અમારી આસપાસ બસ એક જ શક્તિ બહુચર માતા તમારી.
વંદના કરું માં બહુચર તમારી નિસ દિન આનંદ ગરબો ગાઈ.