ભોળી છે મા
ભોળી છે મા
1 min
6
માવતર માને તો મનાવી લઉં,
માતા માફ કરે તો જીવી લઉં.
ચેહર માતા મારી ભોળી છે,
ઝુકીને ચરણ પખાળી લઉં.
બાળકો સૌ ઘેલાં થયાં છે,
જયકાર કરી ગજાવી લઉં.
શ્રદ્ધા તણાં પૂજારી બનવું છે,
હૈયામાં નામ લખાવી લઉં.
ચેહર વિના જીવન ક્યાં છે,
ભાવના સઘળી વારી લઉં.
આંખમાથી અમી નીતરે છે,
સ્નેહનાં દરિયામાં તરી લઉં.