ભેટ
ભેટ

1 min

505
તારા તરફથી મળેલ દરેક ભેટ,
સાચવીને રાખી છે,
અઢળક પ્રેમ વિશ્વાસ,
પ્રોત્સાહન અને હવે,
આ તારી સતત અવગણના
એ પણ હદયમાં,
ભંડારી રાખીશ.
તારી ભેટ હું કેમ અવગણી શકું ?
ક્યાંયક મારી જ ભૂલ હશે,
હું જ કશેક ચૂકી હોઈશ,
કદાચ પ્રેમ ઓછો પડ્યો,
કે વિશ્વાસ ખોટો પડ્યો,
કોને ખબર ?
કહ્યું હતું અતિ સર્વત્ર વર્જયતે,
પણ..
માની જ નહીં, આમ પણ હવે,
મૌનનું સામ્રાજ્ય
ત્યાં આ અબોલા તોડી,
એ કોણ કહેશે ?