STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

3  

Kiran piyush shah "kajal"

Others

ઔપચારિકતા

ઔપચારિકતા

1 min
150

ધીરે ધીરે સંવાદો ઘટવા લાગ્યાં,

સાથે વિતતો સમય તો,

પાંખો પહેરી ઊડી જ ગયો,


પહેલાં માઈલોની દૂરી છતાં પાસે જ લાગતા,

આજએ જ દૂરી, કિસ્મત બની,

મનમાં એજ અધૂરપ એજ તલસાટ.


છતાં, સંબંધો માત્ર 

ઔપચારિકતાનાજ રહ્યાં,

આમ કેમ બન્યું ?


શું સંબંધ પણ જરૂરિયાતનો ?

કે  ઊણપ હતી આત્મિયતાની ?


ખબર નથી એ છતાં,

છાતીમાં ડાબીબાજુ હજી,

તારા નામનો ધબકાર,

સંભળાયે રાખે છે.


Rate this content
Log in