અતીત
અતીત
1 min
279
યાદો સંસ્મરણો,
કાયમીના સાથી,
એકાંત કે એકલતાના સહભાગી.
અતીત મારો તારો,
ના, આપણો,
કેટલા કિસ્સા,
કોઈ મીઠા મધૂરા.
કોઈ કડવાં વખ જેવા,
કોઈ ચુલબુલા,
મનભાવન તો,
કોઈ ટુકડો દર્દનાક.
મન થાય કાપીને છુટો પાડી,
બસ સમયના દરિયામાં વહાવી દઉં,
કોઈ એવાં પ્રિયકર કે હદયાસને સ્થાપી
રોજ મમળાવ્યા કરું.
અતીત,
કદાચ ભૂલાય જાય ?
યાદો જ ન રહે તો ?
સ્મરણ પટપર તારું
અસ્તિત્વ ન રહે તો ?
એ પછી કદાચ શ્વાસો સાથે,
આ જીવન ભારરૂપ બને,
પણ પછી એ બાકી રહેલ શ્વાસો,
જીવન કહેવાય ?
તારા વગર !
મારું અસ્તિત્વ હોય શકે ખરું ?
ના... ના... ન હોય શકે.
