અપશુકનિયાળ
અપશુકનિયાળ
1 min
11
નથી હોતો કોઈ દિવસ કદી અપશુકનિયાળ,
ના ચડાવો ક્યારેય કદી એના પર ખોટું આળ,
ઊગતો સૂરજ આપે છે એક દિનનું આયુષ્ય,
દિવસને બદનામ કરવાનું તું સદાયે હવે ટાળ,
સફળતા નિષ્ફળતા અવલંબે ખૂબીખામી પર,
જિંદગી આપતા દિવસને શાને દઈએ સૌ ગાળ ?
સૌ દિન બનાવ્યા સરખા પરમેશે વિચારીને,
હશે એને કે સહુ ઝૂલશે આમાં માનવતાની ડાળ !
આપણી હારનું ઠીકરું દિવસ ઉપર ના ફોડો,
ચોમાસે સરવર ઊભરે ના દોષ હો એની પાળ,
