" અંતિમ દિવસ "
" અંતિમ દિવસ "

1 min

222
પ્રેમથી પ્રેમ ના મળે એ અંતિમ દિવસ હશે !
જંગલી અવસ્થામાં પણ ક્યાં અંતિમ દિવસ હતો ?
યુદ્ધખોરો પણ નક્કી નથી કરી શક્યા અંતિમ દિવસને
તો પછી સવાલ પણ કેમ કરો છો અંતિમ દિવસનો !
જીંદગીમાં ત્રાસી,હારી જવાથી કંઈ મળતું નથી
બસ સંઘર્ષ જ કરતા રહો અંતિમ દિવસ સુધી
સફળતા મળે કે ના મળે આપણને જીવનમાં
પણ હાર ના કબુલ કરશો તમે અંતિમ ઘડીએ પણ
વિતેલી પળોને યાદ તમે કરજો
ના મળીએ તો પણ યાદ કરજો
આપણા સંઘર્ષના ઘણા દિવસો
ખરાબ સ્થિતિમાંથી હવે બહાર આવજો