અંધકાર
અંધકાર
1 min
560
ચકાચૌંધ અજવાળામાં આંખો અંજાઈ જાય છે,
અંજાઈ જતી આંખોમાં અંધારા છવાઈ જાય છે,
કોણ કહે કે અજવાળું જ સાચું ચિત્ર દેખાડે છે !
ઘણીવાર અંધકાર પણ માર્ગદર્શન આપતું જાય છે,
જીવનમાં મળે નિરાશા તો અંધકાર છવાઈ જાય છે,
ત્યારે આશાનું એક કિરણ અંધકારમાં પણ દેખાય છે,
ચકાચૌંધ અજવાળામાં સાચો માનવ ખોવાઇ જાય છે,
અંધકાર પણ ઘણીવાર માનવીને ઓળખી જાય છે,
અંધકાર અને અજવાળું સિક્કાની બે બાજુઓ છે,
આજે અંધકાર દેખાય તો કાલે અજવાળું પણ થાય છે.
