અમાસે ગ્રહણ
અમાસે ગ્રહણ

1 min

460
અમાસે લાગ્યું ગ્રહણ ,
કે આજ માનવને નજીકથી જુઓ,
અંતર મનને જુઓ,
સારા સંસ્કારને લાગ્યું ગ્રહણ,
કે આજ માનવને નજીકથી જુઓ,
ભુલ્યા વેદોની વાત,
ઋષિઓને કર્યા ન યાદ,
કે માનવને નજીકથી જુઓ,
કર્યા પશ્ચિમના વાદ !
ભુલ્યા મા-બાપને આજ,
કે માનવને નજીકથી જુઓ,
વધ્યા વેર ભાવ આજ,
ભુલ્યા દેશ પ્રેમને આજ !
કે માનવને નજીકથી જુઓ,
થયો હું આજ નિરાશ,
પ્રભુ ને કરું હું યાદ,
કે માનવને નજીકથી જુઓ,
અમાસે લાગ્યું ગ્રહણ,
કે આજ માનવને નજીકથી જુઓ.