Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

આવ વરસાદ

આવ વરસાદ

1 min
168


ધરાની વેદના વાંચીને આવ વરસાદ,

છે મારી વાત સાચીને આવ વરસાદ,


સહન ન થાય એવો છે ઊકળાટને,

વાવણીની વાત કાચીને આવ વરસાદ,


જોને હવે તો મોરનો સાદ બેસી ગયો,

ચિંતા કિસાનોની ખાસ્સીને આવ વરસાદ,


ટાણે શોભતું હોય એ જ શોભે હંમેશાં,

આજે સમો લેને ચકાસીને આવ વરસાદ,


રાહ જોઈજોઈને આવી જતી નિરાશા,

ભરી દે ખાલી જળરાશિને આવ વરસાદ,


સાંબેલાંધારે કરી દેને શુભારંભ મેઘ તું !

અષાઢીબીજ ગજાવીને આવ વરસાદ.


Rate this content
Log in