આનંદી સ્વભાવ
આનંદી સ્વભાવ
આનંદી સ્વભાવ મનની તાજગીને વધારે.
આનંદી સ્વભાવ મનની ચિંતાને જે નિવારે.
સુખદુઃખ તો જગતમાં ચાલ્યા કરે સદાએ,
આનંદી સ્વભાવ મનોબળને એ આવકારે.
હળવા મિજાજમાં પણ જીવી શકાય છે,
આનંદી સ્વભાવ તનમનના રોગ પડકારે.
હર્ષ શોકનો આધાર હોય મનની ઊપજ,
આનંદી સ્વભાવ બીજાને પણ એ ઠારે.
હસતાં હસતાં જીવન જીવવું છે જરુરી,
આનંદી સ્વભાવ શોકને સાવ જ વિદારે.
નિરાશાની ગર્તામાં પડતાને બચાવી લેતો,
આનંદી સ્વભાવ આશાવાદ પણ સંચારે.