STORYMIRROR

Hemangi Bhogayata

Children Stories Classics

4  

Hemangi Bhogayata

Children Stories Classics

આનંદ કરવો સહેલો

આનંદ કરવો સહેલો

1 min
516

ભાઈ ! આનંદ કરવો તો કેટલો સહેલો,

ભૂલી દુનિયાની જંજાળને થઈ જા ઘેલો.


લાજ, શરમ જો રોકતી હોય આનંદ કરતાં,

મૂકી દે થોડીવાર એને એકબાજુ એ પડતાં.

નહિ અપાવી શકે સ્વિમીંગ પુલ એ મજા,

કૂદી જા નદીમાં ને ભૂલ શું મળશે સજા.

બાળકને બનાવ ગુરુ તું થઈ જા ચેલો,

ભાઈ આનંદ કરવો તો કેટલો સહેલો!


 રૂઢિ રિવાજોને મૂકીને બહાર આવ,

આપે આનંદ એ બાબતને દિવસમાં સમાવ.

કરતો રહીશ વિચાર તો ચૂકી જઈશ ઘડી,

તોડી નાખ એવા વિચારોની હથકડી.

રમી લે ને ધૂળમાં ભલે હાથ થઈ જાય મેલો,

ભાઈ,આનંદ કરવો તો કેટલો સહેલો!


Rate this content
Log in