૨૦૨૦
૨૦૨૦
તને હવે વિદાય આપવાનું મન થાય છે.
ક્યાં ' આવજો ' કહેવાનું મન થાય છે ?
આગમનથી જ સતાવવાનું ચાલુ કર્યું તે,
તને બસ પડતું જ મેલવાનું મન થાય છે.
માનવભક્ષી રૂપ તારું સર્વદા તિરસ્કૃત છે,
માર મારીને હવે ભગાડવાનું મન થાય છે.
કૈંકના વહાલસોયાને છીનવી લીધા છે તે,
તને હવે ખૂલ્લું ધિક્કારવાનું મન થાય છે.
પાછું વળી ના જોઈશ ક્યારેય કદી પણ,
ક્યાં પુનઃ તને સંભારવાનું મન થાય છે.
આ તો વીસે પડાવી ચીસ આખા જગને,
વરસ નૈ પણ ભરખ કે'વાનું મન થાય છે.
